-
સૌપ્રથમ નીચે આપેલ લિંકની મદદથી આપની 32 અથવા 64 બિટ ઓપરેટિંગ સિસ્ટમ માટે Microsoft Indic Input 3 સોફ્ટવેર ડાઉનલોડ કરો.
Download
ડાઉનલોડ કરવા માટે નિચેનો ફોટો ધ્યાનમાં લઈ શકો.
-
સોફ્ટવેર ડાઉનલોડ થઈ ગયા બાદ જ્યાં આગળ ડાઉનલોડ થયેલ છે ત્યાં જઈ સોફ્ટવેર પર ડબલ ક્લિક કરવાથી સોફ્ટવેરનું ઇન્સ્ટોલેશન શરૂ થશે.
(Indic Input 3 તમારા ડાઉનલોડ ફોલ્ડરમાં ડાઉનલોડ થાય છે અને નીચે દર્શાવ્યા મુજબ દેખાશે.)
-
સોફ્ટવેર ઇન્સ્ટોલેશન માટે સૌપ્રથમ ઉપર દર્શાવેલ Indic Input 3 પર ડબલ ક્લિક કરવી. જેથી નીચે પ્રમાણેની સ્ક્રીન દેખાશે.
-
ઉપર દર્શાવેલ ફોટોમાં Gujarati Indic Input 3 64-bit પર ડબલ ક્લિક કરવાથી તમારી સામે નવી સ્ક્રીન આવશે. જે નીચે મુજબ રહેશે.
-
જેમાં Gujarati Indic Input 3.msi પર ડબલ ક્લિક કરતાં સોફ્ટવેરનું ઇન્સ્ટોલેશન શરૂ થશે. ઈન્સ્ટોલેશન શરૂ થતાં નીચે મુજબની સ્ક્રીન આવશે. તેમાં Next બટન પર ક્લિક કરવી.
-
ત્યાર બાદ નીચે મુજબની સ્ક્રીન શરૂ થશે અને તેમાં નીચે દર્શાવ્યા મુજબ Everyone ધ્યાનમાં લેવું તથા Next બટન પર ક્લિક કરવી.
-
ત્યાર બાદ નીચે મુજબની સ્ક્રીન દેખાશે તેમાં Next બટન પર ક્લિક કરવી.
-
અહીં નીચે મુજબનું પોપ અપ દેખાશે તેમાં Yes પર ક્લિક કરવું.
-
ત્યાર બાદ થોડા સમય માટે નીચે મુજબની પ્રોસેસ શરુ રહેશે.
-
પ્રોસેસ પૂર્ણ થયા બાદ નીચે મુજબનો ડાયલોગ બોક્ષ તમારી સામે આવશે જે ઈન્સ્ટોલેશન પૂર્ણ થયેલ છે તેવું દર્શાવશે. ત્યાર બાદ close બટન પર ક્લિક કરવી જેથી નીચેનો ડાઈલોગ બંધ થશે.